/

કોંગ્રેસની માંગ : સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે રાજા રજવાડાઓનું બનાવો મ્યુઝિયમ

વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે બજેટની ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્યોએ મહત્વની માંગ મુક્કી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ પર રાજા રજવાડાઓનું મ્યુઝિયમ બનવું જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ દેશની અખંડિતતા માટે 562 રજવાડાઓ આપી દીધા હતા. સરદાર પટેલની સમકક્ષ રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવામાં આવે અને દેશ માટે સંપતિઓ અને રાજ્ય આપી દીધા તેમના માટે પણ સરકારે વિચારવું જોઈએ તેવું ગુલાબસિંહે જણાવ્યું હતું. કોંગ્રેસના અલગ અલગ ધારાસભ્યો એ સરકારને માંગણી કરી છે કે કેવડિયા કોલોની ખાતે રાજાઓની શૌર્ય ગાથાઓ દર્શાવતું મ્યુઝિયમ બને મહત્વની વાત છે કે દેશતો આઝાદ થઇ ગયો હતો પરંતુ રાજા રજવાડાઓનું રાજ હતું ત્યારે દેશ માટે 562 રાજા રજવાડાઓએ શાસન છોડી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published.