///

હિમાલય પર્વતમાં આવી શકે છે સૌથી મોટો ભૂકંપ…

હિમાલય પર્વતની હારમાળાઓ પર અવારનવાર ભૂકંપની અસર જોવા મળતી હોય છે. ત્યારે આ હારમાળાઓમાં સતત આવતા ભૂકંપોની સાથે મોટો ભૂકંપ પણ આવી શકે છે. જેની તીવ્રતા રિક્ટર આઠ અથવા તેનાથી પર વધારે થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, હિમાલયની આજુબાજુ ગીચ વસ્તીવાળા દેશમાં આ ભૂકંપ અસર પહોંચાડી શકે છે. જોકે આ ભૂકંપ ક્યારે આવશે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી. વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે આવનાર 100 વર્ષની અંદર આ ભૂકંપ આવી શકવાની શક્યતા છે.

આ ઉપરાંત વૈજ્ઞાનિક મુજબ, પૂર્વ ભારતના અરૂણાચલપ્રદેશથી લઈને પશ્ચિમમાં પાકિસ્તાન સુધી ફેલાયેલા હિમાલય પર્વતમાળા ફરી એકવાર ભૂકંપના સિલસિલાનો ગઢ બની શકે છે. આ પહેલા પણ આ વિસ્તાર ભૂકંપનો ગઢ રહી ચૂક્યો છે. એક અભ્યાસ પ્રમાણે હિમાલયમાં આવનાર ભૂકંપ 20મી સદીમાં અલાસ્કાની ખાડીથી લઈને પૂર્વ રૂસના કમચટકામાં આવેલ ભૂંકપની જેમ જ ભૂકંપ ભીષણ હશે.

કોલકતામાં આવેલા ભારતીય વિજ્ઞાન શિક્ષા તેમજ અનુસંધાન સંસ્થાનમાં પૃથ્વી વિજ્ઞાન વિભાગની પ્રોફેસરના જણાવ્યા પ્રમાણો આ પ્રકારનો ભૂકંપ ક્યારે આવશે તે અનમાન લગાવવું મુશ્કેલ છે. કેટલાક થયેલા અભ્યાસમાં સેટેલાઈટ તસ્વીરોના આધારે આકલન કરવામાં આવ્યું પરંતુ આ અભ્યાસમાં હાલના ભૂકંપોના સમય અને આકારને ભૂવિજ્ઞાનના આધાર પર નિર્ધારિત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.