////

અલંગ ખાતે ઇતિહાસનું સૌથી મોટું લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાનું થશે ભંગાણ

ભાવનગર જિલ્લાના અલંગ ખાતે ભારતનું સૌથી મોટું અને લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકા આગામી દિવસોમાં પ્લોટ નંબર 7માં લાંગરી તેને સ્ક્રેપ કરવામાં આવશે. અલંગ ખાતે અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ 31 હજાર મેટ્રિક ટનનું 2100 પ્રવાસીઓ પ્રવાસ કરી શકે તેમ તમામ લકઝરિયલ સામગ્રીથી સજ્જ જહાજ માનવામાં આવી રહ્યું છે.

ભારતનું સૌથી મોટું અને લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકા તેની ભવ્યતા, બાદ ભાવનગર જિલ્લાના અલંગ ખાતે ભંગાવા માટે આવ્યું છે. આ જહાજની વિશેષતા પર ધ્યાન કરીએ તો આ જહાજ 31 હજાર મેટ્રિક ટનનું 2100 પ્રવાસીઓ પ્રવાસ કરી શકે તેવા જહાજમાં તમામ લકઝરિયસ સામગ્રીથી સજ્જ જહાજ માનવામાં આવે છે. હાલ આ જહાજને અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.વી-7માં કિનારાથી બે કિલોમીટર દૂર બીચ પર લાગરવામાં આવ્યું છે.

અલંગ ખાતે શીપ રીસાયકલીંગ ઉદ્યોગ ધરાવતા અને તાજેતરમાં જ નેવીનું બ્રિટીશ કંપનીનું વિરાટ જહાજ ખરીદનાર રામ ગ્રુપ દ્વારા હરરાજી દરમિયાન ખરીદવામાં આવ્યું અને ત્યારબાદ લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાની સ્ક્રેપીંગ માટે ખરીદી કરી પ્લોટ નંબર 7માં ભંગાણ માટે લાવવામાં આવશે. જે માટેના તમામ સરકારી દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થઇ ગઈ છે અને નજીકના દિવસોમાં હાઈ ટાઇડ ભરતીના સમયે બીચીંગ કરી લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાને સ્ક્રેપ કરવામાં આવશે.

અલંગ ખાતે અત્યાર સુધીમાં ઘણા નાના શીપોને કટિંગ કરવામાં આવ્યા છે. પરંતુ લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાને પહેલીવાર અલંગ ખાતે કટિંગ કરવામાં આવશે. લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ આવ્યા બાદ આગામી દિવસોમાં આવા અનેક બીજા શીપો કટિંગ માટે શીપબ્રેકરો દ્વારા ખરીદવામાં આવે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.