///

વકીલને ચાલુ કારમાં વીડિયો કોન્ફરન્સ થકી ટ્રીબ્યુનલની કાર્યવાહીમાં જોડાવવુ મોંઘુ પડ્યુ

અમદાવાદ ઋણ વસુલાત ટ્રીબ્યુનલે વકીલને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઘટના કઇક એવી છે કે વકીલે કારમાં બેઠા બેઠા વીડિયો કોન્ફરન્સ મારફતે ટ્રીબ્યુનલની સુનાવણીમાં ભાગ લીધો હતો. જેને લઇ વકીલ પર કાર્યવાહી હાથ ધરતા દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ટ્રીબ્યુનલે બે દિવસ સુધીમાં દંડની રકમ નેશનલ ડિફેન્સ ફંડમાં જમા કરવાનો આદેશ આપ્યો છે.

અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ વીડીયો કોન્ફરન્સથી ચાલતી કોર્ટની કાર્યવાહી દરમિયાન સિગરેટ પીવાના કિસ્સામાં 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જોકે બાદમાં વકીલ જે.વી.અજમેરાએ માફી માગી લેતા કોર્ટે દંડ વસુલવાનો આદેશ કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે કોર્ટની ગરિમા જળવાય તે રીતે વર્તવાનો વકીલોને નિર્દેશ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે બીજા કિસ્સામાં વીડિયો કોન્ફરન્સથી થતી કોર્ટની કાર્યવાહી દરમિયાન થુંકવા બદલ 500 રૂપિયાનો દંડ કર્યો હતો અને વકીલના કેસની સુનાવણી બે મુદત સુધી મુલત્વી રાખવાનો નિણર્ય લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.