///

બુદ્ધના સંદેશાની રોશની દેશથી દુનિયાના અનેક ભાગોમાં ફેલાઈ: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-જાપાન સંવાદ કોન્ફરન્સને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરી રહ્યા છે. ત્યારે PM મોદીએ કહ્યું કે, આજે હું બૌદ્ધ સાહિત્ય અને ધર્મગ્રંથોની એક લાઈબ્રેરી બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું. જેના નિર્માણથી અમને આનંદ થશે અને અમે તેના માટે યોગ્ય સંસાધન ઉપલબ્ધ કરાવીશું.

PM મોદીએ કહ્યું કે, લાઈબ્રેરીમાં દુનિયાભરના બૌદ્ધ સાહિત્યનો ડિજિટલ સંગ્રહ રહેશે. આ સાહિત્યોને ટ્રાન્સલેટ પણ કરવામાં આવશે અને તમામ ભિક્ષુઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાઈબ્રેરી ફક્ત સાહિત્યનો ખજાનો જ નહીં હોય પરંતુ તે રિસર્ચ અને ચર્ચાનું પ્લેટફોર્મ પણ હશે. એક પ્રકારે માણસો, સમાજ અને પ્રકૃતિ સાથે વાસ્તવિક સંવાદ થશે.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આપણી કામગીરી આવનારા સમયમાં ડિસ્કોર્સને આકાર આપશે. આ દાયકો તે સમાજોનો હશે જે શીખવા અને સાથે સાથે ઈનોવેશનમાં પણ વિશ્વાસ ધરાવતા હશે. ઐતિહાસિક રીતે બુદ્ધના સંદેશાની રોશની ભારતથી દુનિયાના અનેક ભાગમાં ફેલાઈ. જો કે આ રોશની સ્થિર ન રહી, સદીઓથી દરેક નવા સ્થળે જ્યાં બુદ્ધના વિચાર પહોંચ્યા તે વિક્સિત થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.