/

શિકારની શોધમાં નીકળેલા સિંહો CCTVમાં થયા કેદ પાલતુ પશુઓમાં નાસભાગ

અમરેલી 8 માર્ચ
જંગલના રાજા કહેવાતા વનરાજ (સિંહ)હવે જંગલ છોડી શહેર તરફ દોટ મૂકી રહ્યા છે કારણ કે જંગલમાં શિકાર નહિ મળતો હોવાથી શિકારી જાનવરો શહેર તરફ આગળ વધી રહ્યા છે છેલ્લા થોડી દિવસોથી  દીપડા અને સિંહો શહેર તરફ આગળ વધીને પાલતુ અને રેઢિયાળ પશુઓના શિકાર કરી મિઝબાની કરતા કેમેરામાં કેદ થયા છે આવી જ એક ઘટના આજે અમરેલીના કતારમાં સામે આવી છે ,ત્રણ ચાર સિંહ એક જંગલ છોડી શહેરમાં ઘુસી જાય છે અને ત્યાં તબેલામાં નજીક પહોંચી પાલતુ પ્રાણીઓના શિકાર કરવા દોટ મૂકે છે પરંતુ સુગંધથી ઓળખી જતા પાલતુ પશુ પણ પોતાનો જીવ બચાવવા નાસભાગ કરીને શિકારી સિંહથી છટકી જાય છે.

આવીજ ઘટના અમરેલીના કતારમાં બની હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે ગત મધ્યરાત્રિના સિંહોનું એક ટોળું તબેલા તરફ ઘસી આવ્યું હતું પરંતુ પાલતુ પ્રાણીઓને સિંહો આવતાની ગંધ આવી જતા ગાય,અને ભેંસો નાશી છૂટી હતી તે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થયેલ છે ગઈકાલે પણ ભુરીયા સિંહોના ટોળાએ એક પાલતુ પ્રાણીનું મારણ કરી મિઝબાની માણી હતી ફરી આજે સાવજના તોડા ગામ તરફ આવી જતા પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને વનવિભાગ સામે આક્રોશ ઠાલવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.