////

દેશમાં કોરોના વાઇરસના રેકોર્ડ બ્રેક સૌથી ઓછા કેસ નોંધાયા, 301 ના મોત

વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે તેવુ લાગે છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 1 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 96 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,556 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 301 લોકોના મોત નિપજ્યા છે અને 30,376 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.

આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 1,00,75,116 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 96,36,487 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 2,92,518 કેસ એક્ટિવ છે. જ્યારે કુલ 1,46,111 લોકોના આ મહામારીથી મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.