///

રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત, સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું

ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં વધતી જતી ઠંડીની અસર હવે રાજ્ય પર થવા લાગી છે. ત્યારે રાજ્યમાં આવેલા કચ્છ જિલ્લાના નલિયામાં શુક્રવારે ન્યૂનત્તમ તાપમાન 2.5 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. જે ગુરુવારની સરખામણીએ 6 ડિગ્રી ઓછુ છે. સિઝનનું આ સૌથી ઓછુ તાપમાન છે. હવામાન વિભાગ દ્વારા નલિયામાં શનિવાર અને રવિવારે પણ શીતલહેરની આગાહી કરવામાં આવી છે.

તો બીજી બાજુ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ઠંડા પવનને કારણે ઠંડીનું જોર વધ્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં શુક્રવારે ન્યૂનત્તમ 13.6 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે ગુરુવારની તુલનામાં એક ડિગ્રી ઓછું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયાનું રહ્યું. શુક્રવારે નલિયાનું ન્યૂનતમ તાપમાન 2.5 ડિગ્રી નોંધવામાં આવ્યું, જે સિઝનનું સૌથી ઓછું તાપમાન છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રનની વાત કરીએ તો, સૌથી મોટા શહેર રાજકોટ, કચ્છના કંડલા અને ઉત્તર ગુજરાતના ડીસામાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જતું રહ્યું છે. જ્યારે વડોદરામાં ન્યૂનતમ તાપમાન 13.8 ડિગ્રી અને સુરતમાં 15.6 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.