
કોરાના વાયરસના સંક્રમણના પગલે રાજ્યની પોલીસ ખૂબજ સક્રિય બની છે ત્યારે દાહોદ ખાતે ફરજ નિભાવી રહેતા પીએસઆઈ પી.કે.જાદવના મોટાભાઈનું અવસાન થતા અંતિમવિધી પૂર્ણ કરી તરતજ ફરજ પર હાજર થયા હતા. પરીવારને સાંત્વના આપી કોરોના સામે લડતા પોલીસ કર્મી દ્વ્રારા ઉત્તમ ઉદાહરણ આપવામાં આવ્યું છે ત્યારે પીએસઆઈ પી.કે જાદવની કામગીરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બિરદાવી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ મુખ્યમંત્રી રૂપાણીએ પીએસઆઈ જાદવ સાથે ટેલિફોનિક વાતચીત કરી અભિનંદન પાઠવ્યા હતા.