////

LPG ગેસ સિલિન્ડર થયો છે ફરી એકવાર મોંધો, જાણો તમારા શહેરનો નવો ભાવ

ઓઇલ કંપનીઓઓએ LPG ગેસની કિંમતોમાં વધારો કર્યો છે. 14.2 કિલોવાળા સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે 5 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારો થયો છે. આ ઉપરાંત 19 કિલોગ્રામના સિલિન્ડરમાં 36.50 રૂપિયાનો વધારો થયો છે.

ઓઇલ કંપની ઓઇઓસી મુજબ દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ હવે 644 રૂપિયા થઈ ગયો છે. કોલકત્તામાં તે 670.50 રૂપિયા, મુંબઈમાં 644 રૂપિયા અને ચેન્નઈમાં 660 રૂપિયા થઈ ગયો છે.

આ પહેલા 1 ડિસેમ્બરે 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. ચેન્નઇમાં સૌથી વધુ 56 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો હતો. એક કોમર્શિયલ સિલિન્ડર માટે 1410 રૂપિયા આપવા પડશે. આ ઉપરાંત દેશની રાજધાની દિલ્હીમાં 55 રૂપિયાનો વધારો થયો. તેનો ભાવ 1296 રૂપિયા થયો હતો. કોલકત્તા અને મુંબઈમાં પણ 55 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ આ બંને શહેરોમાં નવા ભાવ ક્રમશઃ 1351 અને 1244 રૂપિયા થયો હતો.

આ પહેલા છેલ્લીવાર 14 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં જુલાઈ 2020માં 4 રૂપિયાનો વધારો થયો હતો. તે પહેલા જૂન દરમિયાન દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબસિડી વગરના LPG સિલિન્ડર 11.50 રૂપિયા મોંઘો થયો હતો, જ્યારે મેં મહિનામાં 162.50 રૂપિયા સુધી સસ્તો થયો હતો.

LPGના નવા ભાવ- રાંધણ ગેસના નવા ભાવ ચેક કરવા માટે તમારે સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિનાના નવા ભાવ જાહેર કરે છે. https://iocl.com/Products/IndaneGas.aspx આ લિંક પર જઈને તમે પોતાના શહેરના ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.