////

બોક્સિંગ ડે ટેસ્ટ મેચના મેન ઓફ ધ મેચને આ ખાસ મેડલથી સન્માનિત કરાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના મેન ઓફ ધ મેચને જોની મુલાગ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, જોની મુલાગ વિદેશી પ્રવાસે જનારી પ્રથમ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન હતા. તેમના આગેવાનીમાં 1868માં ટીમે બ્રિટનનો પ્રવાસ કર્યો હતો.

આ અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, બોક્સિંગ ડે-ટેસ્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડીનું મુલાગ મેડલથી સન્માન કરવામાં આવશે. તેનું નામ દિગ્ગજ જોની મુલાગના નામ પર રાખવામાં આવ્યું છે, જે 1868ની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. આ ટીમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારી પ્રથમ ઓસ્ટ્રેલિયન ટીમ હતી.

મહત્વનું છે કે, મુલાગનું સાચુ નામ ઉનારિમિન હતુ અને તેમણે 1868મા પ્રાદેશિક ટીમનું નેતૃત્વ કર્યુ હતું. આ પ્રવાસમાં તેમણે 47માથી 45 મેચ રમી હતી તથા લગભગ 23ની એવરેજથી 1698 રન બનાવ્યા હતા.

આ ઉપરાંત તેમણે 1877 ઓવર પણ કરી હતી, જેમાંથી 831 ઓવર મેડન હતી અને 10ની એવરેજથી 245 વિકેટ ઝડપી હતી. પોતાના કરિયરમાં તેમમે પાર્ટટાઇમ વિકેટકીપરની ભૂમિકા ભજવી અને ચાર સ્ટમ્પિંગ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.