સોમવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર કોઇકે ચપ્પલ ફેંક્યું હતું. ત્યારે રાજ્યમાં આ ઘટનાને લઈને ભારે ખળભળાટ મચી ગયો હતો. આ બનાવના પગલે પોલીસ તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું અને ચપ્પલ ફેંકનારની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે મળતી વિગત મુજબ વડોદરા પોલીસે ચપ્પલ ફેંકનાર યુવાનને ઝડપી લીધો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, વડોદરાના કરજણમાં સોમવારે યોજાયેલ પેટા ચૂંટણીની જાહેરસભા સંબોધન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સમયે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું હતું. ત્યારે આજે વડોદરા પોલીસે ચપ્પલ ફેંકનાર રશ્મિન નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.