//

કોરોનાના સંક્રમણથી બચવા માસ્ક ઉત્તમ હથિયાર થયું સાબિત…

જો તમે કોરોનાના સંક્રમણથી બચવા માંગો છો? તો આનો એક જ ઉપાય છે અને તે છે માસ્કનો ઉપયોગ. કોરોના વાઈરસ અંગે કરવામાં આવેલા અભ્યાસમાં એ સામે આવ્યું છે કે, માસ્ક એ કોરાનાથી બચવા માટેનું સર્વશ્રેષ્ઠ હથિયાર છે.

માસ્કની સાથેસાથે કેટલાક લોકો રૂમાલનો પણ ઉપયોગ કરતા જોવા મળ્યા છે. તો રૂમાલ પણ કોરોના સામેનું ઉત્તમ હથિયાર સાબિત થયું છે. એક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે કોરોનાગ્રસ્ત દર્દીના મોંમાંથી નીકળેલ કફ ક્લાઉડથી કોરોના વાઈરસના આકાર અને સંખ્યાને ઘટાવવા માટે માસ્ક ઉપરાંત રૂમાલ પણ ઘણો સહાયક બન્યો છે. માસ્ક લગાવવાથી કલાઉડ વોલ્યુમ 7 ગણા સુધી ઘટી જાય છે. જયારે એન-95 માસ્ક લગાવવાથી તે 23 ગણું ઘટી જાય છે.

આ ઉપરાંત ઉધરસ ખાતી વખતે રૂમાલનો ઉપયોગ કરવો જોઇએ. અથવા કોણીમાં જ ઉધરસ ખાવાથી કફ કલાઉડની દુરી ઘટી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આમ કરવાથી સંક્રમણ ફેલાવાના ચાન્સ સીમિત થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published.