////

મેયર બિજલ પટેલે સી-પ્લેન અને વોટર એરોડ્રામની કરી સમીક્ષા

વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે આવતીકાલે વડાપ્રધાન કેવડીયાથી આવી અને અમદાવાદ ખાતે સી પ્લેનનું ઉદ્ધાટન કરશે. આ તકે મેયર બિજલ પટેલે વોટર એરોડ્રામ અને સી-પ્લેનની ખાસ મુલાકાત લીધી હતી.

મહત્વનું છે કે, આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી સાથે જ ભારતના પ્રથમ સી-પ્લેનનું ઉદ્ઘાટન વડાપ્રધાનના વરદ હસ્તે કરવામાં આવશે. અમદાવાદના મેયરે સી પ્લેન અને વોટર એરોડ્રામની મૂલાકાત લીધી હતી. આ સાથે સી પ્લેનના લેન્ડિંગ અને ટેક ઓફની પણ સમીક્ષા કરી હતી.

ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન 31 ઓક્ટોબરના રોજ કેવડિયાથી અમદાવાદ સુધીનો પ્રવાસ કરવાના છે. ત્યારે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી અને મેયર બિજલ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

Leave a Reply

Your email address will not be published.