//

ગ્રામજનોને યમરાજ રૂપે અપાઈ રહ્યો છે સંદેશ”

કોરોનના વાયરસથી દુનિયામાં કહેર મચી ગયો છે અનેક મોત થયા છે તે કોરોના વાયરસનો ચેપ અટકાવવા સરકારે 21 દિવસ નું લોકડાઉન આપ્યું છે. કલમ 144 લાગુ કરવામાં આવી છે સોસીયલ ડીસટન્ટ માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. છતાં લોકો કારણ વગર ઘર બહાર નીકળી ચેપનો ભોગ બની રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાના ફલ્લા ગ્રામ પંચાયતે નવતર પ્રયોગ કરી એક યુવકને યમરાજનો પહેરવેશ પહેરાવી શેરીઓમાં ફેરવી અને કોરોના યમરાજ છે ઘર આ જ રહે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

લોકો પણ ગ્રામપંચાયતના અદભુત અને નવતર પ્રયોગથી આશ્ચર્ય ચકિત બની ગયા હતા અને પંચાયતની આવી કામગીરીથી ખુશ થયા હતા. જામનગર જિલ્લાનું ફલ્લા આ એવું ગામ છે કે જયાં શહેરો ને પણ શરમાવે તેવી કાર્યપ્રણાલી જોવા મળી રહી છે. હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી એ હાહાકાર મચાવ્યો હોઈ ત્યારે આ ફલ્લા ગામમા ગ્રામ પચાયત દ્વારા મહામારીને લઈને અનેક સુચારૂ આયોજનો કરવામાં આવેલ છે. કોરોનાએ એ દુનિયા ભરના દેશોમાં દહેશત ફેલાવી છે ત્યારે જામનગર જિલ્લાની ફલ્લા ગ્રામ પંચાયત દવારા લોક જાગૃતિ અર્થે અનેજ કદમો ઉઠાવવામાં આવી રહયા છે લોકોમાં કોરોના વાયરસને લઈને યુવકો દવારા યમરાજ બની ગામની ગલીએ ગલીએ ફરીને લોકોને સંદેશા ઓ આપવામાં આવી રહયા છે કે હાલના કપરા સમયમાં લોકોએ બહાર આવવું હિતાવહ નથી અને આ જિંદગી પર મોત યમરાજ બની ફરી રહ્યું છે જેને લઈને લોકો પણ ખૂબ જાગૃત બની રહયા છે.

તો બીજી તરફ સસપંચ દ્રારા પણ ગામમાં દરેક સાર્વજનિક જગ્યાઓ પર સેનિટાઈઝ કરવામાં આવી રહયુ છે અને લોકો ની ભીડ એકઠી ન થાય તે માટે શાકભાજીનું વિતરણ પણ શેરીએ શેરીએ ટ્રેક્ટર દવારા કરવામાં આવે છે તે ઉપરાંત સમગ્ર ગામમાં સંદેશાઓ માટે લાઉડ સ્પીકર પણ લગાવવામાં આવ્યા છે અને સમયાંતરે લોકોને સંદેશાઓ દવારા જાગૃત કરવામાં આવી રહયા છે, જે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને જે લોકો બહાર થી રોજગારી અર્થે ગામમાં આવેલા લોકનો પણ રાશન વિતરણ કરી મદદ પહોંચાડવા મા આવી રહી છે તદઉપરાંત ગારમજનોને ગ્રામ પંચાયત દવારા આયુર્વેદ ઉકાળનું વિતરણ કરાય રહ્યું ચગે અને લોકો ચારથી વધારે એકઠા ન થાય તે માટે ડ્રોન કેમેરા દવારા સમગ્ર ગામમા નજર પણ રખાઈ રહી છે ખરેખર આ ગામની હાલના કપરા સમયમાં કાર્ય પ્રણાલી શહેરને પણ શરમાવે તેવી જોવા મળી રહી છે.

શું કરે છે પંચાયત ગામ માટે
1 ફલ્લા એક એવું ગામ કે જયાં શહેરો ને પણ શરમાવે તેવી કાર્યપ્રણાલી
2 ગ્રામ પચાયત દ્વારા મહામારીને લઈને અનેક સુચારૂ આયોજનો
3 યુવકો દવારા યમરાજ બની લોકોને સંદેશા અપાઈ રહયા છે
4 સાર્વજનિક જગ્યાઓ પર સેનિટાઈઝ કરવામાં આવી રહયુ છે
5 ગામ માં માઈક થી સમયાંતરે લોકો ને સૂચનો આપવા માં આવે છે
8 ભીડભાડ નહિ કરવા સતત અપીલ કરવા માં આવે છે
5 યુવક યમરાજ નું રૃપ ધારણ કરો લોકજાગૃતિ અભિયાન ચલાવે છે

Leave a Reply

Your email address will not be published.