/

ખેડૂતો માટે ચિંતાના સમાચાર ફરી પડશે કમોસમી વરસાદ જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

હવામાન વિભાગે રાજયમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જેની લઇને જગતના તાત ખેડુતોમાં ચિંતા વ્યાપી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજયનાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ૫ માર્ચના રોજ હવામાનમાં પલટો આવશે. જેની સાથે જ વાદળછાયુ વાતાવરણ રહેશે. બનાસકાંઠા અને વલસાડમાં હળવા જાપટાઓ પડવાની શકયતાઓ રહેલી છે. લો-પ્રેસરની સ્થિતિ સર્જાતા આવતી કાલે રાજયના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શકયતાઓ રહેલી છે. રાજયમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંછઆ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સોરાષ્ટ્રના દ્વારકા, પોરંબંદર અને કચ્છ વિસ્તારમાં વરસાદના હળવા ઝાપટા પડી શકે છે. તેના બીજા દિવસે પણ વાદળછાયુ વાતાવરણ રહેવાની શકયતાઓ છે. આવી આગાહી હવામાન વિભાગે કરી છે.  જેને લઇને રાજયોના ખેડુતોમાં ભયંકર ચિંતા વ્યાપી છે.

Leave a Reply

Your email address will not be published.