///

ઇમરાન સરકારના પ્રધાન જ બોલ્યા, પુલવામાં હુમલો ઇમરાન ખાનની મોટી ઉપલબ્ધિ

પાકિસ્તાને 2019માં જમ્મુ કાશ્મીરમાં થયેલા પુલવામા હુમલામાંમાં પોતાની ભૂમિકા સ્વીકારી લીધી છે. પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહિદ થયા હતા. પાકિસ્તાનના એક પ્રધાને તેમની સંસદમાં કહ્યું કે ઇમરાન ખાનના કાર્યકાળમાં પુલવામાની ઘટના સૌથી મોટી ઉપલબ્ધિ રહી છે. પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરી એ કહ્યું કે આપણે હિંદુસ્તાનમાં ઘુસીને તેમને માર્યા છે. ચૌધરીએ કહ્યું કે પુલવામામાં આપણી સફળતા, ઇમરાન ખાનની સરકારમાં લોકોની સફળતા છે. આપણે બધા આ સફળતાના ભાગીદાર છે.

ફવાદ ચૌધરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનની મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન) ના નેતા સરદાર અયાઝ સાદિકે કહ્યું હતું કે વિંગ કમાન્ડર અભિનંદન પકડાયા બાદ ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનની સંસદીય સમિતિની બેઠક મળી હતી. જેમાં વડા પ્રધાન ઇમરાન ખાન નહતા આવ્યા પણ સેના પ્રમુખ કમર જાવેદ બાજવાના પગ થર થર કાંપતા હતા અને તેમનો પરસેવો પડી રહ્યો હતો. અને તેમણે એવું કહ્યું કે જો અભિનંદનને નહીં છોડીએ તો હિન્દુસ્તાન આપણા પર હુમલો કરી દેશે.

પાકિસ્તાનના એક વરિષ્ઠ નેતા સાદિકે કહ્યું છે કે એક બેઠકમાં વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે, જો વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને છોડવામાં નહીં આવે તો હિન્દુસ્તાન પાકિસ્તાન પર “રાતના નવ વાગ્યે” હુમલો કરશે. સાદિના કહેવા પ્રમાણે, જ્યારે કુરેશી આમ કહેતા હતા, ત્યારે પાકિસ્તાન સૈન્યના વડા જનરલ કમર જાવેદ બાજવાનો પરસેવો છૂટી ગયો હતો અને તેમના પગ “કાંપતા હતા.” સાદિકના કહેવા પ્રમાણે કુરેશીએ કહ્યું કે, “અલ્લાહની ખાતર આપણે તેને છોડી દેવા જોઈએ.”

નોંધનીય છે કે ભારતીય વાયુસેનાના 37 વર્ષીય અધિકારી અભિનંદનને પાકિસ્તાની સેનાએ 27 ફેબ્રુઆરીના રોજ બંદી બનાવી લીધો હતો. વર્ધમાનનું મિગ -21 બાઇસન વિમાન પાકિસ્તાન દ્વારા પાડવામાં આવ્યું હતું. પાકિસ્તાને તેમને 1 માર્ચના રોજ ભારતને સુપરત કર્યા હતાં.

ઉલ્લેખનિય છે કે પુલવામાં હુમલામાં ભારતના 44 જવાન શહિદ થયા હતાં. વિસ્ફોટથી ભરેલી ગાડી CRPFના કાફલા સાથે ટકરાવી હતી.

Leave a Reply

Your email address will not be published.