///

સફળતા: DRDOએ સેના માટે તૈયાર કરેલી મિસાઈલએ પરિક્ષણમાં ટાર્ગેટ પર કર્યો સીધો હુમલો, જુઓ VIDEO

ડીઆરડીઓએ (Defence Research and Development Organisation) ભારતીય સેના માટે વિકસિત મીડિયમ રેન્જ સરફેસ ટૂ એર મિસાઈલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. પરીક્ષણમાં મિસાઈલે ટાર્ગેટ પર સીધો હુમલો કર્યો.

મહત્વનું છે કે, આ મહિને ડીઆરડીઓએ પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું હતું. ઓરિસ્સાના બાલાસોરમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે સમયે, ડીઆરડીઓ દ્વારા વિકસિત પરમાણુ-સક્ષમ સપાટીથી માર કરનાર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ મિસાઈલ પોતાના સાથે 500થી 1000 કિલો યુદ્ધ સામગ્રી લઈ જઈ શકે છે. તેની મારક ક્ષમતા 350 કિલોમીટર છે. ખાસ વાત તો એ છે કે, મિસાઈલમાં એડવાઈન્સ ગાઈડેન્સ સિસ્ટમ લાગેલી છે. જે ખુબ જ સરળતાથી ટાર્ગેટની નિશાન બનાવે છે. ઓક્ટોબર મહિનામાં આ મિસાઈલને રાત્રે પણ ટ્રાયલ કરવામાં આવી હતી.

આ ઉપરાતં ડિસેમ્બર મહિનામાં ડીઆરડીઓ દ્વારા વિકસિત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની એન્ટી શિપ વર્જનના પરીક્ષણમાં પોતાના ટાર્ગેટ શિપ પર સફળ પ્રહાર કર્યો હતો. આ મિસાઈલની મારક ક્ષમતા 300 કિલોમીટર છે. બંગાળની ખાડીમાં તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઈલના ટાર્ગેટને બંગાળની ખાડીમાં કાર-નિકોબાર દ્વીપ સમૂહ પાસે રાખવામાં આવ્યો હતો. મિસાઈલને આઈએનએસ રણવિજયથી લોન્ચ કરવામાં આવી હતી. ખાસ વાત તો એ છે કે, ભારતીય સેનાએ એક સીરિઝ હેઠળ તેનું પરીક્ષણ કરી રહી છે.

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ પાસે દુનિયામાં પોતાની રીતની સૌથી ફાસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ પણ છે. DRDOએ હાલમાં જ આ મિસાઈલ સિસ્ટમની મારક ક્ષમતાને 450 કિમી કરી દેવામાં આવી છે.

આજે ચાંદીપુરમાં કરેલા આ પરીક્ષણથી પહેલા સ્થાનિક લોકોને અસ્થાયી શિબિરોમાં પહોંચાડી દેવામાં આવ્યા હતાં. જણાવી દઈએ કે,જ્યારે પણ આવી રીતનું પરીક્ષણ કરવામાં આવે છે તો પરીક્ષણ સ્થળની આસપાસના લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડી દેવામાં આવે છે. તદ્દ ઉપરાંત વળતળ પણ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.