//

પગપાળા વતન પરત ફરી રહેલા શ્રમિકો માટે આ ધારાસભ્યએ કરી સરકારને અપીલ

ગુજરાતના ધોરાજીના ધારાસભ્યએ સૌરાષ્ટ્રના શ્રમિકોને પરત લાવવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને અપીલ કરી છે.. કોરોના વાયરસના કારણે રાજ્યમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે.. ત્યારે લોકડાઉનના પગલે આંતરરાજ્ય બસ સેવા ખોરવાતા ગુજરાતના શ્રમિકોની હાલત ઘણી કફોડી બની છે.. બસ, રેલ્વે, સહિત તમામ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન બંધ થવાના કારણે રાજ્યમાંથી ઘણાં શ્રમિકો પગપાળા પોતાના વતન પાછા ફરી રહ્યા છે.. શ્રમિકો માટે ધોરાજીના કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને શ્રમિકોને સહીસલામત ઘરે પહોંચડાવવાની અપીલ કરી હતી સાથેજ તેમણે જે તે જિલ્લામાં કામ કરવા ગયેલા શ્રમિકોને શાળામાં રોકાવા માટેની જગ્યા આપવામાં આવે તેવી પણ અપીલ કરી હતી

Leave a Reply

Your email address will not be published.