//

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક કોરોનાના કેસ, આંકડો જાણી ચોંકી જશો

વિશ્વમાં હજુ પણ કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે દુનિયામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4.63 કરોડને પાર પહોંચી છે. જેમાંથી 3,34,79,314 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 11.99 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે.

અમેરીકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. શનિવારે અમેરીકામાં કુલ 1 લાખ 233 કેસ નોંધાયા હતાં.

મહત્વનું છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માત્ર બે દિવસ બાદ યોજાવવાની છે. આ પહેલા અહીં સંક્રમણનો વિશ્વ રેકોર્ડ નોંધાયો છે. શનિવારે અહીં 1 લાખ 233 કેસ નોંધાયા હતા. કોરોના મામલે અમેરિકાએ ભારતને પણ પાછળ રાખી દીધું છે. ભારતમાં સપ્ટેમ્બરમાં એક જ દિવસમાં 97 હજાર 894 કેસ નોંધાયા હતાં.

Leave a Reply

Your email address will not be published.