/

દેશમાં આ મંત્રાલયનું નામ બદલાયું

જહાજ મંત્રાલયનું નામ બદલીને બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રાલય રાખવામાં આવ્યું છે. નવા નામકરણની તક્તિનું અનાવરણ કેન્દ્રીય બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ અને રસાયણ તથા ખાતર રાજયમંત્રી મનસુખભાઇ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે કર્યું હતું.

આ પ્રસંગે તેઓએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ 8 નવેમ્બર 2020ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા અને ઘોઘા વચ્ચે રો/પેક્સ ફેરી સેવાના શુભારંભ પ્રસંગે આપેલા સંબોધન દરમિયાન જહાજ મંત્રાલયના નવા નામકરણની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય પ્રધાન માંડવિયાએ દેશના વડાપ્રધાન મોદીએ ઐતિહાસિક જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે, હવે આ મંત્રાલય બંદરો, જહાજ પરિવહન અને જળ માર્ગ મંત્રાલયના નવા નામથી ઓળખાશે હવે તેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના વિકસિત અર્થતંત્રોમાં જહાજ મંત્રાલય દ્વારા જ બંદરો અને જળમાર્ગોની જવાબદારી પણ સંભાળવામાં આવે છે. ભારતમાં જહાજ મંત્રાલય દ્વારા બંદરો અને જળમાર્ગો માટે સંખ્યાબધ્ધ કાર્યો કરવામાં આવ્યા છે. હવે તેના નામમાં જ વધુ સ્પષ્ટતા કરવામાં આવી હોવાથી તેના કામકાજોમાં પણ વધારે સ્પષ્ટતા આવશે.

વડાપ્રધાનની જાહેરાતના પગલે મંત્રાલય દ્રારા તાકીદના ધોરણે જ આ સંબંધિત તમામ આપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સક્રિય થયું હતું. તમામ આપચારિકતાઓ કામકાજના માત્ર બે દિવસમાં જ પૂર્ણ કરવામાં આવી હતી. અને નામ બદલવા અંગે સત્તાવાર અધિસૂચના 10 નવેમ્બરના રોજ ભારતના રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.