Big Breaking : છેલ્લી ઘડીએ મોટા ઉલટફેર કોંગ્રેસ ભરતસિંહ અને શક્તિસિંહને મોકલશે રાજ્યસભા

રાજ્યસભાને લઇ કોંગ્રેસના 2 ઉમેદવારોના નામ સત્તાવાર જાહેર થયા છે. ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલનું નામ જાહેર કરવામાં આવ્યું છે બપોરે રાજીવ શુકલાના નામ પર ચર્ચા ચાલી રહી હતી જો કે સ્થાનિક ધારાભ્યોમાં વિરોધ થતા પાર્ટીએ નિર્ણય બદલ્યો છે.

મહત્વની વાત છે છેલ્લા ઘણા સમયથી શક્તિસિંહ ગોહિલ રાષ્ટ્રીય રાજકારણ સાથે જોડાયેલા છે અને આણંદ લોકસભાની ચૂંટણી હાર્યા બાદ ભરતસિંહને પણ રાષ્ટ્રીય રાજનીતિમાં એન્ટ્રી મારવા માટેના તલપાપડ હતા ત્યારે આ જાહેરાત થતા ભરતસિંહaઅને શક્તિસિંહના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.