///

અનિલ કપૂરથી વાયુસેના થઇ નારાજ, કહ્યું આ સીન તુરંત હટાવો

બોલીવુડ અભિનેતા અનિલ કપૂરના આગામી પ્રોજેક્ટ ‘AK vs AK’ માં જે રીતે એરફોર્સના અધિકારીનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેના પર વાયુસેનાએ વાંધો ઉઠાવ્યો છે.

બુધવારે એરફોર્સ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું હતું, જેમાં કહ્યું હતું કે ફિલ્મના આવા સીનને તાત્કાલિક દુર કરવો જોઈએ. નોંધનીય છે કે ઓનલાઇન પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર એક ફિલ્મ આવી રહી છે, જેનું નામ ‘AK vs AK’ છે. તાજેતરમાં તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં અનિલ કપૂર હવાઈ દળના અધિકારીનો ગણવેશ પહેરેલો જોવા મળે છે.

સીનમાં અનિલ કપૂર બોલીવુડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ સાથે છે અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે.

હવે વાયુસેનાએ આ વીડિયોને રિટ્વીટ કરતાં કહ્યું છે કે આ વીડિયોમાં એરફોર્સના ગણવેશનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે. આ યુનિફોર્મ ખોટો છે અને ભાષા પણ યોગ્ય નથી. દેશ માટે યુનિફોર્મ પહેરતા સૈનિકો માટે આ યોગ્ય દૃશ્ય નથી, આ કિસ્સામાં આ દ્રશ્યને દૂર કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણી વાર બન્યું છે કે બોલીવુડની ફિલ્મ અથવા વેબ શોમાં સેનાના અધિકારીને ગણવેશ પહેરીને કંઇક ખોટું કરતો બતાવવામાં આવ્યો હોય. તેને લઈને વિવાદ પણ સર્જાયો છે. ભૂતકાળમાં એકતા કપૂરે નિર્માણ કરેલા વેબ શોમાં આર્મી યુનિફોર્મ પહેરેલા પાત્રમાં ખામીઓ બતાવાઈ હતી, જેમાં ઘણો વિવાદ થયો હતો.

Leave a Reply

Your email address will not be published.