ઠાકોર સમાજનું નવું ફરમાન, સામાજિક અત્યાચારી કે રાજકીય ?

બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. જેમાં ઠાકોર સમાજે બનાસકાંઠામાં યોજાતા મેળામાં જવા પર દીકરીઓ અને સ્ત્રીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેની સાથે લગ્રપ્રસંગ, મરણપ્રસંગ, મામેરા પ્રસંગનાં અલગ-અલગ ૨૨ નિર્ણયો લીધા હતાં અને જુના રિવાજોમાં ફેરફારો કરીને નવા નિર્ણયો લાદવામાં આવ્યા હતાં.  થોડા સમય પહેલાજ દીકરીઓને મોબાઇલનો ઉયપોગ કરવો નહીં તેમજ મોબાઇલ રાખવો નહી તેવું ફરમાન ઠાકોર સમાજે બહાર પાડયું હતું. જેનો ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સર્મથન કર્યુ હતું.

હાલમાં જ ઠાકોર સમાજની બનાસકાંઠામાં ચિત્રોદા ગુરૂ મંદિરે લાખણી તાલુકા ઠાકોર સમાજની બેઠક મળી હતી. જેમાં સેનાના પ્રમુખ લાખાણી ઠાકોર તરફથી ચર્ચા વિચારણા કરીને સ્ત્રીઓ અને દીકરીઓને મેળામાં ન જવાના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બાદમાં મેળામાં નહીં જવાનું ફરમાન બહાર પાડયું હતું.  લાખાણી ઠાકોર સમાજ તરફથી બેઠક બાદ લેખિતમાં પત્ર જાહેર કર્યો હતો. જેમાં ૨૨ નિર્ણયો લેવામાં આવયા હતાં. આ પત્રમાં લખવામાં આવ્યુ હતુ કે, આજ રોજ લાખાણી તાલુકા ઠાકોર સમાજની બેઠક મળી હતી જેમાં સમાજમાં વધતા જતા ખોટા રિવાજો બંધ કરી આર્થિક ટેકો તેમજ સામાજીક રીતે સમાજ ટકી રહે તે માટે સમાજના આગેવાનો અને યુવાન મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.

આ મુદ્દે ઠાકોર સમાજ સાથે વાતચીત કરતા જાણવા મળયુ હતુ કે, સામાજીક અને આર્થિક રીતે ટકી રહેવા માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ઠાકોર સમાજે કયાં ૨૨ નિર્ણયો લીધા
૧. તમામ પ્રસંગોમાં કેફી પર્દાથો સંપૂર્ણ બંધ કરવા.
૨. તમામ પ્રકારના પ્રસંગમાં ઓઢામણા પ્રથા સંપૂર્ણ બંધ કરવી.
૩. ઢુંઢ પ્રસંગે રાવણું બંધ રાખી માત્ર પરિવારના સભ્યો પુરતું આયોજન રાખવું.
૪. દીકરા-દીકરીના ઢુંઢમાં માત્ર તેના પિતાના ઘર સિવાય કોઇએ ઢુંઢ લેવી નહી. ઢુંઢ રોકડમાં જ આપવી
૫. સગપણ નક્કી કરવા માટે સ્ત્રીઓને લઇ જવી નહીં માત્ર પુરુષોએ જ જવું.
૬. ફેટો બાંધવાની પ્રથા તેમજ વરણા લઇ જવાની પ્રથા બંધ કરવી
૭. ઇબમારી વખતે સમાચાર લેવા માટે કરવામાં આવતી રાવણા પ્રથા બંધ કરવી
૮. મેળા કે અન્ય પ્રસંગે ચાલતા કે સાધનમાં દીકરીઓ કે સ્ત્રીઓને લઇ જવી નહીં.
૯. લગ્રની પત્રિકામાં દીકરા-દીકરીના પિતા, દાદા એમ બે જ નામ લખવા. અન્ય કોઇ સભ્યોના નામ લખવા નહીં.
૧૦. લગ્રમાં બે જ માણસો મૂકવા
૧૧. લગ્રમાં માત્ર બે જ માણસો મૂકવા અથવા સામ સામા ગણેશ લેવા
૧૨. લગ્રમાં વાસણોની જગ્યાએ રોકડ રકમ આપવી દીકરીના લગ્રમાં પિતાએ જ જરૃરિયાત પૂરતા વાસણો લાવવા
૧૩. જાનમાં ડી.જે લાવવા નહીં.
૧૪. જાનમાં કુંવાસી દ્વારા લાવવામાં આવતી ઢાઢિયા પ્રથા બંધ કરવી તેમજ કુંવાસી દ્વારા લગ્ર વધાવે ત્યારે આપવામાં આવતાં વાટલા પ્રથા બંધ કરવી.
૧૫. લગ્ર પ્રસંગે કુંવાસી કે કોઇને પણ ઓઢામણા કરવા નહીં
૧૬. મામેરામાં કુવાસી દ્વારા લાવવામાં આવતા ઢાઢિયા પ્રથા બંધ કરવી
૧૭. મામેરામાં સામે પક્ષે આપવામાં આવતા ઓઢામણા કરવા. કુંવાસીઓને ઓઢામણા કરવા નહીં
૧૮. મરણ પ્રસંગે બેસણું એક સાથે પાંચ કે સાત દિવસ રાખવું.
૧૯. બેસણામાં સીરો, ખીચડી-કઢી રાખવા
૨૦. બાકીનાં દિવસોમાં ખીચડી-કઢી જ ખાવા
૨૧. રોડીવટા વખતે પિયર પક્ષને જમવાનું અલગ બનાવવું નહીં
૨૨. મરણ પ્રસંગે જેણે સુંવાળા ઉતરાવેલ હોય તેને જ લુંગી બંધાવવા લાવવી. તેનો ખર્ચ કુંવાસી પાસેથી લેવો નહીં. 

Leave a Reply

Your email address will not be published.