///

આ દેશના રાષ્ટ્રપતિ કાયદાથી પણ ઉપરી, તેમના પર આજીવન કોર્ટ કેસ નહીં ચાલે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને મંગળવારે એક એવો કાયદો પસાર કર્યો છે. જેને લઇને તેઓ કાયદાની પણ ઉપર થઇ જશે. આ બિલ દેશના રાષ્ટ્રપતિઓને પદ પરથી દૂર થયા પછી પણ આજીવન ગુનાહિત કેસમાંથી બચાવી દેશે. નવા કાયદા હેઠળ રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિની સાથે જ તેમના પરિવારના લોકો પણ પોલીસ તપાસ અને પૂછપરછ હેઠળ આવી શકશે નહીં.

આ વિધેયકને રશિયાના તમામ નેતાઓનું સમર્થન મળ્યું છે. આ બિલ રશિયાના બંને સદનમાં સરળતાથી પાસ થઇ ગયું છે. જોકે, આ કાયદામાં ગંભીર ગુના અને રાજદ્રોહના કેસને અપવાદની કેટેગરીમાં રાખવામાં આવ્યાં છે, આ પરિસ્થિતિમાં પૂર્વ રાષ્ટ્રપતિઓ પર કાર્યવાહી થઇ શકે છે.

નવો કાયદો પૂર્વ રાષ્ટ્રપતિ અને તેના પરિવારજનોને પોલીસ અથવા તપાસ સમિતિઓની પૂછપરછ, તલાસી અથવા ધરપકડથી છૂટ અપાવે છે. આ કાયદો આ વર્ષમાં ગરમીની સિઝનમાં જનમત સંગ્રહ પછી થયેલા સંવિધાન સંશોધનનો એક ભાગ છે જે હેઠળ પુતિન વર્ષ 2036 સુધી દેશના રાષ્ટ્રપતિ બનીને રહી શકે છે.

આ કાયદા પહેલા પૂર્વ રાષ્ટ્રપતિઓને તેમના ગુનાહિત કેસોમાંથી છૂટછાટ હતી જે તેમના કાર્યકાળ દરમિયાન દાખલ કરવામાં આવેલ હોય. જો કે પુતિન વર્ષ 2000થી રશિયાની સત્તામાં છે.

જો કે નવા કાયદા હેઠળ દેશદ્રોહ અથવા અન્ય ગંભીર ગુનાના આરોપો અને ઉચ્ચત્તમ અને સંવૈધાનિક કોર્ટ દ્વારા આરોપોની પુષ્ટિ થવા પર એક પૂર્વ રાષ્ટ્રપતિને મળેલી આ પ્રતિરક્ષા પરત કરવામાં આવી શકે છે, પરંતુ તેની પ્રક્રિયા ઘણી જટિલ બનાવી દેવામાં આવી છે.

મંગળવારના રોજ પુતિને જે બિલ પર હસ્તાક્ષર કર્યા તે પૂર્વ રાષ્ટ્રપતિઓને ફેડરેશન કાઉન્સિલ અથવા સેનેટમાં આજીવન સભ્ય પદ આપે છે, એટલે કે એક એવું પદ જે રાષ્ટ્રપતિ પદપરથી દૂર કર્યા પછી પણ કેસોમાંથી મુક્તિ મળશે.

ગત મહિને આ બિલ પડતર હોવાને કારણે આ અટકળો થઈ રહી હતી કે ખરાબ આરોગ્યના કારણે પુતિન રાજીનામું આપી શકે છે. જો કે અટકળોને ક્રેમલિન દ્વારા બેબુનિયાદ બતાવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.