///

જેટ એરવેઝના નવા માલિકે કર્યો દાવો, 6 મહિનામાં શરૂ થઈ જશે ફ્લાઈટ

જેટ એરવેઝની ફ્લાઈટ આગામી 6 મહિનાની અંદર ફરીથી ઉડાન ભરી શકે છે. ભારતીય મૂળના દુબઈના ઉદ્યોગપતિ મુરારીલાલ જાલાને જેટ એરલાઈન્સને બચાવવાની કોશિશ અંગે જણાવ્યું છે.

આ અંગે મુરારીલાલે જણાવ્યું કે, તેમને એવિએશન સેક્ટરમાં સૌથી વધુ ટર્ન ઓવરની આશા છે. હું આગામી 6 મહિનામાં જેટ એરવેઝની ફ્લાઈટ ફરીથી ઉડે તેની આશા રાખુ છે. જેટ એરવેઝની પાસે પહેલા જે રૂટ હતા, તે હોય તે જરૂરી છે. એક પૂર્ણ એરલાઈન તરીકે અમારી પાસે અનેક કોર્પોરેટ છે.

જેટ એરવેઝના નવા માલિક મુરારીલાલ જાલાએ જણાવ્યું કે, એરલાઈન આગામી 5 વર્ષોમાં પહેલાની જેમ કામ કરતી થઈ શકે છે. અમે આ વર્ષે 25 વિમાનો સાથે અને પછી અગામી 5 વર્ષોમાં 125 ફ્લાઈટો સાથે એરલાઈન્સ શરૂ કરવા જઈ રહ્યાં છીએ. જેમાં અમે નવા વિમાનનો ઉપયોગ કરીશું. NCLTની મંજૂરી બાદ અમે અમારા વિમાનનું ટેસ્ટિંગ કરીશું કે અમારે શું કરવું જોઈએ.

ત્યારે મહત્વનું છએ કે, જંગી નુક્સાન અને દેવાના પગલે જેટ એરવેઝ એપ્રિલ-2019માં બંધ થઈ ગઈ હતી. એરલાઈન્સના બંધ થયા બાદ કંપનીના લગભગ 17 હજાર જેટલા કર્મચારીઓ બેરોજગાર થઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. કંપનીના કર્મચારીઓએ પોતાના પગાર અને નોકરી માટે અનેક દિવસો સુધી પ્રદર્શન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.