અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન પોતાના ડોગ સાથે રમતા સમયે ઇજાગ્રસ્ત થયા છે. તેઓને જમણા પગના હાડકામાં ક્રેક આવ્યું છે. આ ઘટના સમયે બિડેન પોતાના જર્મન શેફર્ડ ડોગ મેજર સાથે રમી રહ્યા હતાં. બિડેન પાસે આવા બે ડોગ છે. આ દૂર્ઘટના બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બિડેનના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.
Get well soon! https://t.co/B0seiO84ld
— Donald J. Trump (@realDonaldTrump) November 30, 2020
જો બિડેનના અંગત તબીબ કેવિન ઓ કોર્નરે કહ્યું કે રાષ્ટ્રપતિના પગમાં મોચ આવી છે અને જેને કારણે એક્સરેમાં આ પકડમાં નથી આવ્યું. જોકે, બાદમાં સીટી સ્કેનમાં ખુલાસો થયો કે બિડેનના જમણા પગના હાડકામાં ક્રેક આવ્યું છે, તેઓએ કહ્યું કે બિડેનને આવનારા કેટલાક અઠવાડિયા સુધી સહારા સાથે ચાલવુ પડી શકે છે.
જો બિડેનની નેવાર્કમાં તબીબોની નજર હેઠળ એક કલાક સારવાર ચાલી હતી. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી જીત્યા બાદ હવે 20 જાન્યુઆરીએ જો બિડેન રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ પણ હવે ધીમે ધીમે હાર માનવા તરફ આગળ વધી રહ્યાં છે.