ગઈકાલે જ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે વિધાર્થીઓ એ તનતોડ મહેનત કરી પરીક્ષા આપી છે પરંતુ શિક્ષણ વિભાંની મેલી મુરાદ અને ગોલમાલનો પર્દાફાશ થાય તે પહેલા જ કેટલાક ભ્રસ્ટાચારીઓએ ધોરણ 10 અને 12ની ઉત્તરવહીઓ રસ્તામાં અને કેનાલ કે પુલ નીચે નાખી દીધી હોવાનું સામે આવતા કોંગ્રેસ આક્રમકઃ બની ગઈ છે અને તપાસની માંગ કરી છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સવાલ કર્યો હતો કે ઉત્તરવહી ક્યાંની છે કોને ફેંકી ક્યારે ફેંકી અને શુકામ ફેંકી તેની તાત્કાલિક તપાસ થવી જોઈ એ અને ઉત્તરવહી ફેંકનાર સામે ફોજદારી પગલાં લેવા જોઈએ. રાજકોટના વીરપુર પાસે થી આજે વહેલી સવારે ઉત્તરવહીઓનો ઠગલો મળી આવ્યો હતો
એક જાગૃત નાગરિકે પસાગર ઘટનાની પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કરી કબ્જે લેવડાવી હતી. ત્યાંજ રાજકોટ પોરબંદર હાઇવે પાર આવેલા ગોમટા પુલ નજીક થી બીજી ઉત્તરવહીઓના થેલા મળી આવતા કોંગ્રેસ દ્રારા રાજ્ય અને વિભાગ પાર સવાલ ઉઠાવી રહી છે અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી રહી છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન નજીક થી મળી આવેલા ઉત્તરવહીના થેલા અને ગોમટા નજીક થી મળી આવેલા થેલા કેવી રીતે પહોંચ્યા અને કોણ ત્યાં ફેંકી ગયું તેની તાપસની માંગ કોંગ્રેસ પ્રવક્તા દ્રારા કરવા માં આવી છે.