////

રાહતના સમાચાર : દેશમાં કોરોનાના નવા કેસ કરતા 1 લાખ લોકો વધુ સ્વસ્થ થયા

Covid-19 coronavirus binding to human cell, conceptual computer illustration. SARS-CoV-2 coronavirus (previously 2019-nCoV) binding to an ACE2 receptor on a human cell (not to scale). SARS-CoV-2 causes the respiratory infection Covid-19, which can lead to fatal pneumonia. ACE2 (angiotensin-converting enzyme 2) is a membrane-bound aminopeptidase, the key host receptor for the spike glycoprotein of SARS-CoV-2 which serves as initial step in the development of coronavirus infection on a cellular level and a potential target for treatment strategy.

દેશમાં કોરોનાની સ્થિતિમાં દરરોજ ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 2 કરોડ 62 લાખથી પણ વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 2 કરોડથી 30 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,57,299 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 4,194 દર્દીના મોત નિપજ્યા છે અને 3,57,630 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.

આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 2,62,89,290 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 2,30,70,365 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 29,23,400 કેસ એક્ટિવ છે. જ્યારે કુલ 2,95,525 લોકોના આ મહામારીથી મોત નિપજ્યાં છે. આ મહામારીથી બચવા માટે 19,33,72,819 એ વેક્સિન લઇ લીધી છે.

Leave a Reply

Your email address will not be published.