////

દેશમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ કરતા 1 લાખ દર્દી વધુ સ્વસ્થ થયા

દેશમાં કોરોનાની સ્થિતિમાં દરરોજ ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 2 કરોડ 62 લાખથી પણ વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 2 કરોડથી 30 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,40,842 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 3,741 દર્દીના મોત નિપજ્યા છે અને 3,55,102 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.

આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 2,65,30,132 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 2,34,25,467 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 28,05,399 કેસ એક્ટિવ છે. જ્યારે કુલ 2,99,266 લોકોના આ મહામારીથી મોત નિપજ્યાં છે. આ મહામારીથી બચવા માટે 19,50,04,184 એ વેક્સિન લઇ લીધી છે.

Leave a Reply

Your email address will not be published.