///

દેશમાં વાઘ અને સિંહ પછી ચિત્તાની સંખ્યામાં થયો વધારો, PM મોદીએ ગણાવ્યા સારા સમાચાર

દેશમાં વાઘ અને સિંહ પછી ચિત્તાની સંખ્ચા વધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને સારા સમાચાર ગણાવ્યા છે. સાથે જ તેની માટે વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં કામ કરનારા તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે દેશમાં વર્ષ 2018માં ચિત્તાની સ્થિતિના ટાઇટલ સાથે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. દેશમાં ચિંતાની સંખ્યા 2014માં આશરે 8,000 હતી જે 2018માં વધીને લગભગ 12,852થી વધારે થઇ ગઇ છે.

આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કહ્યું, ઘણા સારા સમાચાર. વાઘ અને સિંહ પછી હવે ચિત્તાની સંખ્યા વધી છે. વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં કામ કરનારા તમામ લોકોને શુભેચ્છા. આપણે પ્રયાસ ચાલુ રાખવો છે અને વન્યજીવો માટે સુરક્ષિત સ્થળ સુનિશ્ચિત કરવાનું છે.

આ રિપોર્ટ જાહેર થયા બાદ જાવડેકરે કહ્યું હતું કે, ચિત્તા સિવાય દેશમાં વાઘ અને સિંહની સંખ્યા પણ વધી છે, જે દર્શાવે છે કે દેશ પોતાની પરિસ્થિતિ અને જૈવ વિવિધતા બન્નની સારી રીતે રક્ષા કરી રહ્યુ છે. જાવડેકરે કહ્યુ, 2014માં ચિંતાની સંખ્યા 8 હજાર હતી. વાઘ, એશિયન સિંહ અને હવે ચિત્તાની સંખ્યામાં વૃદ્ધિ દર્શાવે છે કે ભારત કઇ રીતે પોતાના પર્યાવરણ, પરિસ્થિતિ અને જૈવ વિવિધતાની રક્ષા કરી રહ્યુ છે.

આ ઉપરાંત રિપોર્ટ અનુસાર દેશમાં 2018માં ચિત્તાની સંખ્યા 12,852 હતી, જેમાંથી સૌથી વધુ 3,421 ચિંતા મધ્ય પ્રદેશમાં જોવા મળ્યા હતા. કર્ણાટકમાં તેની સંખ્યા 1,783 અને મહારાષ્ટ્રમાં 1,690 છે. પૂર્વોતરના પહાડી વિસ્તારમાં માત્ર 141 ચિત્તા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.