////

અમદાવાદમાં ઓક્સિજન અને ICU ના ખાલી બેડની સંખ્યામાં વધારો થયો

રાજ્યમાં કોરોનાના કેસમાં હવે ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં ખાલી બેડની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદમાં કોરોનાની સારવાર માટેના બેડમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ ખાનગી હોસ્પિટલોમાં પણ સારા પ્રમાણમાં બેડ ખાલી છે.

આ ઉપરાંત વેન્ટિલેટરના ખાલી બેડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 4773 બેડ ખાલી છે. જ્યારે 4288 બેડ ભરાયેલા છે. 1294 સરકારી હોસ્પિટલના 3489 ખાનગી હોસ્પિટલના બેડ ખાલી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ 175 ખાનગી હસ્પિટલમાં 2529 બેડ ખાલી છે. જ્યારે 242 નર્સિંગ હોમમાં 950 બેડ ખાલી છે.

આ સાથે જ 6 સિવિલ હોસ્પિટલમાં 852 બેડ ખાલી છે. Esic હોસ્પિટલમાં 35 બેડ ખાલી છે . શહેરમાં આઇસીયુ અને ઓક્સિજનના ટોટલ 9061 બેડ છે જેમાંથી 4288 બેડ ભરાયેલા છે. જ્યારે 4773 બેડ ખાલી છે.

ઓક્સિજન અને ICU બેડની હાલત નીચે મુજબ છે…

  • AMC સંચાલિત SVP હોસ્પિટલ 125
  • એલ.જી. હોસ્પિટલમાં 84
  • શારદાબેન હોસ્પિટલમાં 90
  • વી. એસ. હોસ્પિટલમાં 108

Leave a Reply

Your email address will not be published.