////

કોરોનાની વેક્સિન લીધા બાદ થોડીવારમાં જ નર્સ ઢળી પડી, જુઓ VIDEO

અમેરિકામાં હાલમાં બે વેક્સિનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. ત્યારે આ વચ્ચે અમેરિકામાં મોટા પાયે લોકોને વેક્સિનના ડોઝ મળવાની ખુશી થઈ રહી છે ત્યાં બીજી બાજુ હવે તેની સાઈડ ઈફેક્ટ્સથી પણ ડર લાગવા લાગ્યો છે. શુક્રવારે એક નર્સે વેક્સિન લીધા બાદ આડઅસર જોવા મળી હતી. હકીકતમાં અહીં એક હોસ્પિટલમાં નર્સ કોરોનાની વેક્સિન લીધાની ગણતરીની મિનિટોમાં જ મીડિયાની પ્રેસમાં બેભાન થઈ ઢળી પડી હતી.

આ નર્સને ફાઈઝર બાયોએનટેકની કોવિડ-19 વેક્સિન આપવામાં આવી હતી. ત્યારબાદ તે મીડિયા સામે ઈન્ટરવ્યું આપી રહી હતી. પરંતુ અચાનક તેને ચક્કર આવવા લાગ્યા હતાં. હજું તો ઘટના સ્થળે હાજર લોકો કઈ સમજે તે પહેલા જ આ નર્સ ઈન્ટરવ્યુ આપતા આપતા જ બેભાન થઇ ઢળી પડી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે હાજર ડોક્ટરોની ટીમે તેના સ્વાસ્થ્યની તપાસ કરી અને થોડીવારમાં તે ઠીક થઈ ગઈ હતી. આ દરમિયાનનો તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યોં છે.

અમેરિકાના શહેર ટેનેસી સ્થિત સીએચઆઈ મેમોરિયલ હોસ્પિટલથી નર્સ પ્રેસ બ્રિફિંગ કરી રહી હતી. તે આ વીડિયોમાં કહે છે કે અમારો પૂરો સ્ટાફ, આ રસી અંગે ઉત્સાહિત છે. અમે કોવિડ યુનિટ છીએ આથી મારી ટીમને સૌથી પહેલા આ વેક્સિનના ઉપયોગની તક મળી છે. ત્યારબાદ તે વીડિયોમાં થોડી અસહજ જોવા મળે છે અને કહે છે કે સોરી મને ચક્કર આવે છે. આટલું જ કહીને નર્સ પોતાનું સંતુલન ગુમાવી દે છે. રિપોર્ટ્સ મુજબ કોરોના વેક્સિન લીધાના 17 મિનિટ બાદ નર્સ બેભાન થઈ ઢળ પડી હતી.

જો કે આ સમગ્ર મામલે ડોક્ટરોનું કહેવું છે કે આ કોરોના વેક્સિન સંબંધિત નથી અને તેમની એક એવી કંડિશન છે કે તેઓ જ્યારે પણ ખુબ દર્દ મહેસૂસ કરે છે. ત્યારે તેઓ બેભાન થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published.