////

અમદાવાદમાં નશો કરેલા વૃદ્ધ કાર ચાલકે 7 લોકોને અડફેટે લીધા

શહેરના આશ્રમ રોડ પર એક વૃદ્ધ કાર ચાલકે એક બાદ એક એમ 7 લોકોને અડફેટે લીધા હતાં. જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. આ મામલે પોલીસે કાર ચાલકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ આશ્રમ રોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસે એક વૃદ્ધ નશાની હાલતમાં કાર લઇને ઇન્કમટેક્સથી વિદ્યાપીઠ તરફ જઇ રહ્યાં હતાં. તે દરમિયાન એક બાદ એક એમ 7 લોકોને અડફેટે લીધા હતાં.

કારની હતી કે, સૌથી પહેલા એક એક્ટિવા, ત્યાર બાદ એક કાર અને રિક્ષા, ત્યાર બાદ બે એક્ટિવાને અડફેટે લીધા હતાં. ત્યારબાદ કાર આગળ જઇને ફુટપાથ પર ચડી ગઇ હતી. આ ઘટનાને લઇને હાજર લોકોએ કારમાંથી વૃદ્ધ ડ્રાઇવરને પકડીને માર માર્યો હતો. કેટલાક ઉશ્કેરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી. વિદ્યાપીઠ પાસે અકસ્માતની ઘટના નજરે જોનારા લોકોનાં અનુસાર વૃદ્ધે દારૂ પીધો હતો. તેણે એક બાદ એક અકસ્માતોની વણઝાર સર્જી હતી.

ઉલ્લેખનીય છે કે, આશ્રમ રોડ પર અકસ્માતની વણઝાર સર્જનાર કાર ચાલક પાસેથી મળી આવેલા ઓળખકાર્ડ પરથી તે વકીલ અને ઇન્કમટેક્સ બાર એસોસિએશન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. લોકો અકસ્માત બાદ ખુબ જ રોષમાં હતા. જો કે ગાડીમાંથી વૃદ્ધ નિકળતા ટોળું શાંત રહ્યું હતું. સ્થાનિકોના જણાવ્યાં અનુસાર જો કોઇ યુવાન હોત તો તેને માર મારવામાં આવ્યો હોત. હાલ તો પોલીસે આરોપી વૃદ્ધની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.