////

કોરોનાના સંક્રમણને રોકવા માટે હવે એક માત્ર રસ્તો છે સંપૂર્ણ લોકડાઉન : રાહુલ ગાંધી

દેશમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે દેશમાં વધી રહેલા કોરોનાના કેસને જોતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં લોકડાઉન લગાવવાની માગ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, દેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે હવે માત્ર એક જ રસ્તો બાકી છે અને તે છે ફુલ લોકડાઉન.

જોકે આ અગાઉ દેશમાં કોરોનાના વધતા કહેરને જોતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની માંગ કરી હતી. IMAનું કહેવું છે કે, દેશમાં કોવિડ સંક્રમણની ચેનને તોડવા માટે તુરંત લોકડાઉન લગાવવુ જોઇએ. ભારતમાં રોજ કોવિડના કેસ રેકોર્ડ બનાવી રહ્યા છે.

એક ખાનગી ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી હતી. આ ટાસ્ક ફોર્સમાં AIIMS અને ICMR જેવા મુખ્ય ઇંસ્ટીટ્યૂશન્સથી હેલ્થ એક્સપર્ટ સામેલ હતા. જે કોરોનાના કેસમાં તાજેતરના ઉછાળ દરમિયાન કેટલીક વખત મળી ચુક્યા છે.

મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં 24 કલાકમાં 3,57,229 નવા કેસ સામે આવ્યા છે અને 3,449 લોકોના મોત થયા છે. 357229 નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,02,82,833 થઇ ગઇ છે. 3,449 નવી મોત બાદ કુલ મોતની સંખ્યા 2,22,408 થઇ ગઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 34,47,133 છે અને ડિસ્ચાર્જ થયેલા કુલ કેસની સંખ્યા 1,66,13,292 છે.

Leave a Reply

Your email address will not be published.