/

રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયા સૌથી ઠંડુ

નવેમ્બર મહિનાની શરૂઆત થઇ છે. ત્યારે રાજ્યમાં ઠંડીની પણ શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદમાં રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જોકે શહેરમાં બપોરના સમયે ગરમીનો પણ પારો ઉંચો રહે છે.

હવામાન વિભાગના મતે હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે અને આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થઇ શકે છે. અમદાવાદમાં સવારે ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જેમાં શહેરમાં તાપમાન 17 ડીગ્રી સુધી નીચે પહોંચતાં રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં સવારે 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસનું તાપમાન નોંધાયું હતું. હજુ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી પૂરી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેશે.

રાજ્યના અન્ય શહેરોમાં કે જ્યાં સરેરાશ લઘુતમ તાપમાન ઓછું નોંધાયું છે તેમાં નલિયા 15.2, ગાંધીનગર 15.5, મહુવા 16.1, વડોદરા 16.4, ડીસા 16.8, અમરેલી 17, કેશોદ 17.2, પોરબંદર 18.4, આણંદ 18.6, સુરેન્દ્ર નગર 18.8, ભાવનગર 19, ભૂજ 19.8 તાપમાન રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.