//

આવા લાખો કોરોના આવે પણ માનવતા હજી જીવિત છે સાબિત કરી બતાવ્યું વિરોધપક્ષના નેતાએ

દેશભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.. ત્યારે કોરોના સામે લડવા કોંગ્રેસે આગેકૂચ કરી છે.. ગુજરાત કોંગ્રેસના વિપક્ષ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા રાહત રસોડાની શરૂઆત કરાઈ છે..ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કોરોના સામેની મહામારીથી લોકોને રાહત આપવા અમરેલી, કુંકાવાવ અને વાડિયાના સ્લમ વિસ્તારો માટે રાહત રસોડું તૈયાર કરી ભોજન પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે સાથેજ લોકોને કોરોના જેવી મહામારી સામે લડવા એકજૂટ બનવાની અપીલ સાથે ગરીબ અને જરૂરીયાતમંદ લોકો ભુખ્યા ન સુવે તેનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી છે.. ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કોરોના સામે લોકોને બચાવવા માટે સ્થાનિક સ્તરે નિદાન, ચકાસણી અને સારવાર ઉપલબ્ધ થાય તે માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જરૂરી મેડિકલ કીટ, સાધનો અને જરૂરી સંસાધનો વસાવવા માટે 10 લાખ ફાળવવા પણ અપીલ કરી છે..તો વિપક્ષના નેતા સહિત કોંગ્રેસ અને ભાજપના અન્ય નેતાઓ પણ ગ્રાન્ટ ફાળવી મદદે આવ્યા છે

Leave a Reply

Your email address will not be published.