////

સંસદનું શિયાળું સત્ર રદ્દ થવાના નિર્ણય પર વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યા

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત ખેડૂત રસ્તા પર છે, ત્યારે સંસદમાં પાસ 3 કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે આ આંદોલનને વિપક્ષ પણ સમર્થન કરી રહ્યું છે. ત્યારે આ આંદોલન વચ્ચે કેન્દ્રની મોદી સરકારે આ વખતે સંસદનું શિયાળુ સત્ર ના બોલાવવાનો નિર્ણય કર્યો છે, જેના પર વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યા છે.

વિપક્ષ સરકારના આ નિર્ણયને ખેડૂત આંદોલન પર ચર્ચાના ડરનું કારણ ગણાવી રહી છે. તો બીજી તરફ સરકાર સત્ર ના બોલાવવા માટે કોરોનાનું કારણ આગળ ધરી રહી છે. સંસદીય કાર્યપ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે, કોરોના મહામારીને પગલે હાલના શિયાળાના દિવસો ખૂબ જ અગત્યના છે. તાજેતરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને દિલ્હીમાં. એટલે કે શિયાળુ સત્ર ના બોલાવવા પાછળ સરકારે સ્પષ્ટ રીતે કોરોના મહામારીનું કારણ જણાવ્યું છે.

તો બીજી બાજુ વિપક્ષના પોતાના તર્ક છે. કોંગ્રેસનું કહેવું છે કે, જ્યારે કોરોના કાળમાં અન્ય તમામ કામ થઈ રહ્યાં છે, તો સત્ર કેમ ના બોલાવી શકાય. આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી પ્રવક્તા રણદીપ સિંહ સૂરજેવાલાએ ટ્વીટ કરતાં લખ્યું છે કે, મોદી જી, કોરોના કાળમાં NEET-JEE મેઈન્સ અને IASની પરીક્ષાઓ યોજાઈ શકે છે. સ્કૂલોમાં અભ્યાસ અને યુનિવર્સિટીમાં પરીક્ષાઓ શક્ય છે. બિહાર અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીઓ સંભવ છે, તો સંસદનું શિયાળુ સત્ર કેમ નહીં? જ્યારે સંસદમાં જનતાના મુદ્દા જ નહીં ઉઠે, તો લોકતંત્રનો શું અર્થ?

મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને લઈને અત્યારથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપના નેતાઓ અવારનવાર દિલ્હીથી પશ્ચિમ બંગાળની મુલાકાત લઈ રહ્યાં છે. ત્યરે કોંગ્રેસે આના આધારે જ સરકારના કોરોના મહામારીના કારણ પર પ્રશ્ન ઉઠાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.