પાલતૂ કૂતરાના મોતના આઘાતથી માલિકે ફાંસી લગાવીને મોત વ્હાલું કર્યું

ઘરમાં રહેતા પાલતૂ જાનવર પરિવારના સભ્ચની જેમ જ હોય છે. ત્યારે આવા જ એક પરિવારમાં પાલતુ કુતરાના મોતના આઘાતથી માલિકે ફાંસી લગાવીને મોતને વ્હાલું કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં છિંદવાડાના 43 વર્ષીય સંજીવ મંડેલ પાલતૂ કુતરા કલ્લુના મોત થયા બાદ તેમણે પણ ફાંસી લગાવીને પોતાનો જીવ ગુમાવી દીધો.

પાલતૂ કૂતરા કલ્લૂના મોતના સમાચાર સાંભળીને સંજીવે ખૂબ જ દારૂ પીધો અને પોતાના પાલતૂ કૂતરાના મોતના 24 કલાકની અંદર પોતે પણ જીવ ગુમાવી દીધો. સંજીવ મંડલના પુત્ર અમન મંડલે જણાવ્યું કે, તેમના પિતા કલ્લૂને સગા સંતાન કરતાં પણ વધુ પ્રેમ કરતા હતા.

તેમણે જણાવ્યું કે, તેમના પિતાને કલ્લૂ સાથે એટલો લગાવ હતો કે, થોડા દિવસો પહેલાં તેણે કલ્લૂને માર્યો તો તેમના પિતા નારાજ થઇ ગયા હતા. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પાલતૂ કુતરો અને સંજીવ બંને એકબીજા વિના રહી શકતા ન હતા. એટલું જ નહી બંને એકબીજા વિના જમતા પણ ન હતા. તેમજ સંજીવ જ્યાં જતો ત્યાં તેમનો પાલતૂ સાથી પણ સાથે જ જતો હતો.

Leave a Reply

Your email address will not be published.