////

કોરોના મહામારીમાં PAAS નેતાએ ડાયરો કરીને જન્મદિન ઉજવ્યો, નિયમોના ઉડાવ્યા ધજાગરા

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હતું યથવાત જ છે,ત્યારે સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ કેટલાક લોકો કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા હોવાના કિસ્સાઓ છાશવારે જોવા મળતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં ગઈકાલે બનાસકાંઠામાં યોજાયેલા ડાયરામાં લોકોનો જમાવડો થયાના 24 કલાકમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયાએ કોરોનાની ગાઈડલાઈનના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગઈકાલે 12 વાગ્યે સુરતના એક ફાર્મહાઉસમાં અલ્પેશ કથીરિયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ડાયરાના આયોજન સાથે જન્મદિવસના પ્રસંગે ભીડ એકઠી કરવામાં આવી હતી. આ ડાયરામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા અને માસ્ક વિના લોકો ઉમટ્યા હતા. કોઈ પણ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. તેમજ રાત્રિ કરફ્યૂ હોવા છતાં આટલી મોટી સંખ્યામાં લોકો કેવી રીતે એકઠા થયા તે મોટો એક પ્રશ્ન છે. સાથે જ જમવાનું આયોજન પણ કરાયું હતું. રાત્રિ કરફ્યૂમાં કાર્યક્રમોના આયોજન પર બ્રેક લગાવાઈ છે ત્યારે કેવી રીતે આ પ્રકારનું આયોજન કરાયું હશે.

વાઈરસ થયેલા વીડિયોમાં સુરત નજીક સહજાનંદ ફાર્મમાં આ ડાયરા અને ગરબાના આયોજન સાથે અલ્પેશ કથીરિયાના જન્મદિનની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં માસ્ક વિનાના લોકો ટોળે વળેલા જોઈ શકાય છે. આટલું જ નહી, આ કાર્યક્રમ દરમિયાન અલ્પેશના સમર્થકો ગાદલા અને ઓશિકા હવા ઉછાળતા હોય તેમ સ્પષ્ટ જોઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published.