/

ગુજરાતમાં ગાય આધારિત પ્રવાસન વિકસાવવા ગતિવિધિ તેજ

ભારત સરકાર દેશમાં ગાય સરકીટ બનાવવા માગે છે જેમાં ગુજરાતને પણ જોડવામાં આવ્યું છે. ગાય આધારિત પ્રવાસન અર્થવ્યવસ્થાને ઉત્તેજન આપશે. નવરચિત રાષ્ટ્રીય કામધેનું આયોગે એક એવો માર્ગ બનાવવાનો પ્રયાસ કર્યો છે કે જેના દ્વારા ગાયની સમજ અને તેના ઉત્પાદનોનો વિદેશોમાં પણ પ્રચાર પ્રસાર થઇ શકશે. આયોગે આ સરકીટ માટે હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ અને ગોવા જેવા રાજ્યોને પસંદ કર્યા છે. ગુજરાતમાં ગાય આધારિત પ્રવાસન વિકસાવવા માટે રાજ્ય સરકારે પ્રયાસ શરૂ કર્યા છે. દેશના જે રાજ્યોમાં ગાયોનું મહત્વ વધારે છે તેવા રાજ્યોમાં પ્રવાસન સરકીટ બનશે.

રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના આ હેતુથી કરવામાં આવી છે. દેશી ગાયની નસલ પેદા કરે છે તેવા રાજ્યોમાં આ સરકીટ બનાવવામાં આવે તેવી સંભાવના છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ વલ્લભ કથીરિયાએ કહ્યું હતું કે વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે દેશમાં વિવિધ પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવ્યા છે. એવી જ રીતે અમે ગાય આધારિત પ્રવાસને ઉત્તેજન આપવા માગીએ છીએ. વિદેશી પ્રવાસીઓ, વિદેશી વિદ્યાર્થીઓ અને વિદેશી સંશોધનકર્તાઓ માટે આ સરકીટ મહત્વની બની રહેશે.

Leave a Reply

Your email address will not be published.