///

ઘોઘંબા તાલૂકામાં હાહાકાર મચાવનારો દિપડો આખરે પાંજરે પૂરાયો

પંચમહાલના ઘોઘંબા તાલૂકામા હાહાકાર મચાવતો દિપડો આખરે વનવિભાગના પાંજરે પુરાયો છે. ઘોઘંબા તાલુકાના ગોયાસુંડલ ગામ પાસેના જંગલ પાસે મૂકેલા વનવિભાગના પાજરામાં દિપડો ઝડપાઈ ગયો છે. દિપડાને કારણે અહીના આસપાસના લોકોમા ભારે દહેશત વ્યાપી હતી.

થોડા દિવસો પહેલા ધોધંબામાં દીપડાએ બે બાળકો પર હુમલા કરી તેઓને મોતને ઘાટ ઉતાર્યા હતાં. આ ઉપરાંત બે લોકોને ઘાયલ પણ કર્યા હતાં. એટલુ જ માત્ર નહીં પશુઓના પણ મારણ કર્યા હતાં. જેના પગલે આદમખોર દિપડાને ઝડપવા માટે વનવિભાગની ટીમ કામે લાગી હતી. જેમાં વિવિધ જગ્યાઓ કે જ્યાં દિપડાની અવરજવર હોય ત્યાં પાંજરા મુકવામા આવ્યા હતાં. આ વચ્ચે સાંજના સૂમારે નરભક્ષી દિપડો ગોયાસુડલ પાસેના પાંજરે પુરાયો હતો.

ઘોઘંબા તાલુકાના જબુવાણીયા ગામમાં રહેતા અજમલ પરમાર લઘુ શંકા માટે ગયા હતા. તે દરમિયાન તેમના કાકા ઘર પાસે બુમાબુમનો અવાજ સંભળાતા ત્યાં ગયા હતાં. અચાનક દિપડાએ અજમલભાઇ ઉપર માથા અને શરીરના ભાગે હુમલો કરી દીધો હતો. જોકે, દિપડો જંગલમાં નાસી ગયો હતો. દિપડાના હિંસક હુમલા વધતા ગ્રામજનોની સાથે સાથે વન વિભાગ પણ સતર્ક થઇ ગયુ છે. આ પહેલા પણ કાટાવેડા અને ગોયાસુંડલ ગામે દિપડાના હુમલામાં બે બાળકોના મોત નિપજ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published.