
મધ્યપ્રદેશમાં હાલ કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. રાજકીય ફેરફારો થવાના એંધાણો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસમાં સતત થતી અવગણનાના કારણે જયોતિરાદિત્ય સિંધીયા તેમજ તેના ૨૦ ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે. જેથી કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યોએ પણ કોંગ્રેસનો સાથ છોડી રાજીનામું આપી દીધુ છે. જેથી સત્તાની સાંકળ કોંગ્રેસનાં હાથમાંથી જવાની શકયતાઓ વર્તાઇ રહી છે. જોકે આ ૨૦ ધારાસભ્યો હવે ભાજપમાં જોડાઇ એવી શકયતાઓ સેવાઇ રહી છે. જેથી દિલ્હી ભાજપ હાઇકમાન્ડ ખાનગી બેઠકો યોજી રહ્યુ છે. જોકે એવા સમાચારો મળી રહ્યા હતા કે આ ૨૨ ધારાસભ્યો હોળીના દિવસે જ ભાજપનો ખેંસ ધારણ કરવાનાં હતો. પરંતુ હજુ સુધી ધારમ કર્યો નથી. મધ્યપ્રદેશમાં સત્તા હાંસિલ કરવા માટે ભાજપ રાજયસભામાં જયોતિરાદિત્ય સિંધીયાને મોકલી શકે છે. તેવા એંધાણો જોવા મળયા છે. કોંગ્રેસની પાર્ટીમાંથીસિંધીયાએ શું કામ છેડો ફાડયો તેની રાજકિય પાર્ટીમાં ચર્ચાઓ ચાલી રહી છે.
જયોતિરાદિત્ય સિંધિયાએ કેમ કોંગ્રેસ સાથે છેડો ફાડયો?
- કોંગેસમાં તેમને સીએમ પદ ન મળયુ.
- અધ્યક્ષપદ પણ કોંગ્રેસે ન આપ્યુ.
- કોંગ્રેસનાં મુખ્યમંત્રી કમલનાથ સીએમ સાથે-સાથે અધ્યક્ષ પણ છે. જયારે કોંગ્રેસે સિંધીયાની અવગણના કરી અધ્યક્ષ પદ પણ આપ્યુ નહતું.
- જયારે કોગ્રેસના સિંધીયા સાંસદ તેમજ ધારાસભ્ય પણ નહતા.
- સિંધિયાને કોંગ્રેસ સંગઠનમાં કોઇ મહત્વનું પદ આપવામાં આવ્યુ નહતું.
- સિંધીયા લોકસભા હાર્યા બાદ તેમણે યુપી વેસ્ટના પ્રભારી બનાવ્યા હતો, પણ ખરાબ રીતે હાર થતા પાર્ટી મહાસચિવ પદેદેથી કોંગ્રેસ રાજીનામું અપાવવાની ફરજ પાડી હતી.
- જયારે રાજયસભામાં કોંગ્રેસે સિંધીયાને સેફ સીટ આપવાનાં બદલે ચૂંટણી લડાવાવા માટે જણાવ્યુ હતું.