//

જામનગરમાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતે સળગાવી દીધો

જામનગરના કાલાવડ તાલુકાના બાંગા ગામે મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતે મગફળીનો પાક સળગાવી દીધો છે. વધુ પડતા વરસાદને પગલે મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. જેના લીધે ખેડૂતે આ પગલું ભર્યું છે. ખેડૂતે સરકાર પાસે સહાયની માગ પણ કરી છે.

ઉલ્લેખનિય છે કે, થોડાં દિવસો પહેલાં કોંગ્રેસે પણ આક્ષેપ કર્યો હતો કે, જામનગરના કાલાવાડ ખાતેના માર્કેટ યાર્ડમાં મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ થઈ રહી છે.

કોંગ્રેસનું કહેવું હતું કે, સરકારે છૂટ આપી હોવા છતાં પણ નાફેડના કર્મચારીઓ અને મજૂરો દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યાં છે. આ રૂપિયા શેના છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી. આ સિવાય સરકારે ખેડૂતોને 25 કિ.ગ્રાની બોરી લાવવાની છૂટ આપી હોવા છતાં નાફેડના કર્મચારીઓ ખેડૂતો પાસેથી તેમની મનમાની ચલાવે છે અને 25 કિ.ગ્રાની બોરી લેતા નથી.

Leave a Reply

Your email address will not be published.