////

ખેડૂત આંદોલનને ટુકડે-ટુકડે ગેંગે હાઈજેક કરી લીધું છે : બબીતા ફોગાટ

દિગ્ગજ મહિલા રેસલર બબીતા ફોગાટ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે, જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ પાર્ટી અને વામપંથી વિચારધારાના લોકો ખેડૂતોનું ભલુ ન કરી શકે. તેણે સોમવારે ટ્વીટ કરતા લખ્યું કે, ખેડૂત આંદોલનને ટુકડે-ટુકડે ગેંગે હાઈજેક કરી લીધું છે. મોટી સંખ્યામાં ખેડૂત દિલ્હી બોર્ડર પર કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે.

મહિલા રેસલર બબીતાએ ટ્વીટ કરીને કહ્યું કે, હવે લાગે છે કે ખેડૂત આંદોલનને ટુકડે-ટુકડે ગેંગે હાઈજેક કરી લીધું છે. તમામ ખેડૂત ભાઈઓને હાથ જોડીને વિનંતી કરુ છું કે, મહેરબાની કરી પોતાના ઘરે પરત ફરે.

તેમણે આગળ લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય ખેડૂત ભાઈઓનો હક મારવા દેશે નહિ. કોંગ્રેસ અને વામપંથી લોકો ખેડૂતોનું ભલુ ન કરી શકે. વર્ષ 2012ની રાષ્ટ્રમંડળ ગેમ્સની ચેમ્પિયન બબીતાએ દાદરી બેઠકથી ભાજપની ટિકિટ પર પાછલા વર્ષે વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તે હારી ગઈ હતી. બબીતાનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. અનેક લોકો તેને રિટ્વીટ અને લાઇક પણ કરી રહ્યાં છે.

મહત્વનું છે કે, ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ચુકેલી બબીતા વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ચેમ્પિયનશિપમાં એક-એક બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે. આ સિવાય કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં તેના નામે બે ગોલ્ડ મેડલ છે.

Leave a Reply

Your email address will not be published.