/////

આ શહેરના લોકો પોતાના સાથીને દગો આપીને કરી રહ્યાં છે પછતાવો..

લાંબા સમયના પ્રેમસંબંધમાં એક સમય પછી કોઈ બીજા વ્યક્તિથી આકર્ષિત થવું એ સામાન્ય બાબત છે. જોકે, એનો અર્થ એ નથી કે, સાથી દગો નથી આપી શકતો. કોઈને દગો આપવો એ વ્યક્તિના સ્વભાવ અને સંબંધ કેટલો મહત્વનો છે એના પર નિર્ભર કરે છે.

હાલમાં જ એક્સ્ટ્રામૈરિટલ ડેટિંગ એપ ગ્લીડેલને આ વિષય પર એક સર્વે કર્યો છે. આ સર્વે ભારતના મોટા શહેરોમાં કરવામાં આવ્યો. જેમાં કપલ પાસે એ જાણવાનો પ્રયત્ન કરાયો કે, શું તે પોતાના સાથીને દગો આપી રહ્યાં છે તેમજ જો આપી રહ્યાં છે તો તેની પાછળ શું કારણ છે. આ સર્વેના પરિણામ બહુ જ ચોંકાવનારા સામે આવ્યા છે.

આ સર્વેમાં પોતાના સાથીને દગો આપવાના મામલામાં ભારતના ઘણાં મોટા શહેરોના નામ સામે આવ્યા છે. જેમાં ત્રણ મહીનાની અંદર સાથીને દગો આપવાના કેસમાં દિલ્હી શહેર 30.5ના આંકડા સાથે સૌથી આગળ છે. તો ચેન્નઈમાં 25 %, જ્યારે બેંગલોર અને મુંબઈના લોકોમાં 23.4 % હતો.

તો બીજી બાજુ, 5 વર્ષ સુધી સંબંધ નીભાવનારામાં દગો આપનારાઓની સંખ્યા ઘણી ઓછી છે. આ કેસમાં ચેન્નઈમાં 20 %, હૈદરાબાદમાં 19.6 % તેમજ બૈંગલોરમાં 19.1 % હતી. જ્યારે આ કેસમાં મુંબઈમાં 24.2 % હતી.

આ સર્વેમાં ફ્લર્ટ કરનાર લોકોને પણ દગો દેનારાઓમાં સમાવેશ કરાયો છે. જોકે, મોટા ભાગના લોકો પોતાના સાથીને દગો આપીને અફસોસ કરી રહ્યાં છે. જેમાં સૌથી આગળ દિલ્હી છે. ત્યારબાદ બેંગલોર, હૈદરાબાદ, ચેન્નઈ અને સૌથી ઓછું મુંબઈના લોકો પોતાના સાથીને દગો આપે છે.

Leave a Reply

Your email address will not be published.