પૂર્વી ફિલિપાઈન્સમાં રવિવારે વહેલી સવારે ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું. જેના પગલે સરકારે આશરે 10 લાખ લોકોને સલામત સ્થળો પર ખસેડ્યા છે. સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય વિમાનમથકો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે ‘ગોની’ નામનું વાવાઝોડું સવારે કટનડુઆનિસ પ્રાંતના દરિયાકાંઠે આવ્યુ હતું. જેની સ્પીડ પ્રતિ કલાક 225 કિ.મી હતી. આ વાવાઝોડુ હવે મનીલા તરફ આગળ વધી રહ્યું છે. તે જે વિસ્તારોમાંથી પસાર થશે ત્યાં એક અઠવાડિયા અગાઉ તોફાનના કારણે ઘણું નુકસાન થયું હતું. વાવાઝોડાને પગલે લગભગ 22 લોકોના મોત નીપજ્યાં છે.
નિષ્ણાંતોના મત મુજબ આ વાવાઝોડું રવિવારે અથવા સોમવારે મનીલા તરફ આગળ વધશે. તેઓએ લોકોને પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું છે.