/

કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ આ ખેલાડીને ચાલુ ટુર્નામેન્ટ ટીમમાંથી બહાર કરી દેવાયો

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી એકવાર વકર્યું હોવાથી ક્રિકેટ કેટલાક નિયમો તેમજ બાયૉ બબલના નિયમના આધીન રમાઇ રહી છે. જેમાં દરેક ખેલાડીને નાની મોટી દરેક ટૂર્નામેન્ટોમાં બાયૉ બબલના નિયમોનુ પાલન કરવુ જરૂરી રહે છે. ત્યારે આ વચ્ચે પાકિસ્તાનમાંથી એક કિસ્સો સામે આવ્યો છે.

જેમાં ચાલુ ટૂર્નામેન્ટમાં ક્રિકેટરે કોરોનાના નિયમનુ ઉલ્લંઘન કર્યુ છે, જે બાદ ખેલાડીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ ખેલાડી પાકિસ્તાની ક્રિકેટ ટીમનો સ્પીનર રજા હસન છે. રજા હસનને કોરોના સંબંધિત દેશના ઘરેલુ સત્રની બાકીની મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

પાકિસ્તાની ક્રિકેટર રજા હસન કાયદે આઝમ ટ્રૉફીમાં નોર્થન સેકન્ડ ઇલેવન માટે રમી રહ્યો હતો. આ અંગે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, મેડિકલ ટીમની પરમિશન એક લૉકલ હૉટલમાં બાયૉ બબલના નિયમનું ઉલ્લંઘન કરવાના કારણે તેને બહાર કરી દેવામાં આવ્યો છે. તે હવે સત્રની બાકીની મેચો નહીં રમી શકે.

ત્યારે 28 વર્ષીય રજા હસન ટી20 ક્રિકેટનો સ્પેશ્યાલિસ્ટ છે. પાકિસ્તાન તરફથી તેને 1 વનડે અને 10 ટી20 મેચો રમી છે. તેના નામે કુલ 11 ઇન્ટરનેશનલ વિકેટ છે. આ અગાઉ પણ પાકિસ્તાની ટીમનો એક સભ્ય ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો, બાદમાં તેના સંપર્કમાં આવેલા ખેલાડીઓને પણ ક્વૉરન્ટાઇનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.