///

આઈપીએલમાં ભાગ ન લેનાર આ ખેલાડી જોવા મળશે કપિલ શર્માં શોમાં

સુરેશ રૈનાએ વ્યક્તિગત કારણોસર આઈપીએલ 2020માં ભાગ નથી લીધો. આ ઉપરાંત પંજાબમાં રૈનાના પરિવારજનોની હત્યા પણ કરવામાં આવી હતી, આ ઘટના બાદ સીએસકેના દિગ્ગજ ખેલાડીએ પોતાનું નામ પરત ખેંચ્યું હતું. તો તાજેતરમાં જ મળેલ માહિતી પ્રમાણે આઈપીએલમાં સીએસકેનું પરફોર્મન્સ ખરાબ રહ્યું હોવાથી પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ રૈના મુંબઈમાં કપિલ શર્મના શોના શૂટિંગ માટે પહોંચ્યા છે.

આ અંગેની જાણકારી શાઝિયા ઇલ્મીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી તેમાંથી મળી છે. જેમાં તે અને રૈના પ્લેનમાં બેસેલા જોવા મળી રહ્યા છે. શાઝિયાએ પોતાના ટ્વીટમાં એ પણ ખુલાસો કર્યો કે, રૈના મુંબઈ કપિલ શર્મા શોમાં જોડાવવા માટે જઈ રહ્યો છે.

આઈપીએલની ટીમમાં રૈના ન હોવાને કારણે આ વર્ષે ચેન્નઈની ટીમનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ રહ્યું છે. સીએસકે અત્યાર સુધીમાં 12માંથી 4 મેચ જ જીતી શકી છે. આ જ કારણ છે કે ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી ફેંકાઈ ગઈ છે. આઈપીએલની ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે, સીએસકે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હોય.

Leave a Reply

Your email address will not be published.