પોલીસ દારૂનું વેચાણ બંદ નહીં કરાવે તો જનતા રેડ કરીશું સરપંચે આપી ચીમકી

જૂનાગઢ જિલ્લાના કેશોદતાલુકાના સોંદરડા ગામમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઇ રહયું છે પોલીસ દારુ વેંચનારને છાવરી રહી છે જેના કારણે ગામનું  થઇ રહ્યું છે જેને કારણે ગામનું યુવાધન બદબાદ થઈ રહ્યું છે અને દારૂની લતે ચડી રહ્યું છે સોંદરડા ગામના સરપંચે પોલીસ સામે આક્ષેપ કરી જણાવ્યું હતું કે જો પોલીસ ગામમાં દારૂનું વેચાણ બંદ નહિ કરાવે તો ગામના સરપંચ તરીકે પોતે જ ગામના લોકોને સાથે રાખીને જનતા દરોડા કરશે.

સોંદરડા ગામના સરપંચે આપી દ્દારૂ વેચનારને ખુલ્લી ચેલેન્જ જરૂર પડશે તો આંદોલન કરવું પડશે તો આંદોલન પણ કરીશું પરંતુ દારૂનું વેચાણ તો બંદ કરાવીને જ જંપીશું ગામના સરપંચ સુરજ ચાવડાની ચીમકી થી પોલીસ પણ દોડતી થઇ ગઈ છે અને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા સરપંચે પોલીસ સામે આંદોલનનું શસ્ત્ર ઉગામવાની ચીકી થી ગામના લોકો એ પણ સરપંચને ધન્યવાદ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.